રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તાત્કાલીક બદલી, બ્રજેશ કુમાર ઝા નવા કમિશનર

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તાત્કાલીક બદલી, બ્રજેશ કુમાર ઝા નવા કમિશનર

રાજકોટમાંથી રાજુ ભાર્ગવ, વિધી ચૌધરી અને સુધીર દેસાઇને ખસેડાયાઅમદાવાદમાં જેસીપી સેક્ટર ટુ માટે અધિકારીઓનું લોબીંગ શરૂ, રાજકોટના અધિકારીઓ વેઇટીંગમાં રાજકોટના માનવ સર્જીત હત્યાકાંડ બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ટ્રાફિક અને ક્રાઇમના એડિ. પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ઝોન-2 ડીસીપી સુધીર દેસાઇની હાકલપટ્ટી કરી દેવામાં આવી છે. ત્રણેય અધિકારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી છે અને તેમને તેમને પોસ્ટીંગ નહિ આપતાં ત્રણે અધિકારીઓ હવે પોસ્ટીંગ માટેના વેઇટીંગમાં છે. જ્યારે અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર-2 બ્રજેશ કુમાર ઝાને રાજકોટ પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ આચારસંહિતાને લઇને બદલીના આદેશ ઇલેકશન કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે. બ્રજેસ કુમાર ઝાની બદલી થતાંજ અમદાવાદના જેસીપી સેક્ટર-2ની પોસ્ટીંગ માટે ઘણા અધિકારીઓએ લોબીંગ શરૂ કરી દીધું છે હવે જોવાનું એ રહ્યું આ પોસ્ટીંગ માટે કોની પસંદગી કરવામાં આવે છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની કવાયત શરૂ થઇ ગઇ છે. જેની સાથે સાથે જે અધિકારીઓ પોતાની ફરજમાં બેજવાબદાર સાબિત થયા છે. તેમની પણ હાકલપટ્ટી કરવામાં આવી રહી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર પટેલની બદલી બાદ સરકારને કરેલી ભલામણને આધારે ઇલેકશન કમિશનરે સાંજે પોલીસ અધિકારીઓેની બદલીના આદેશ કર્યા છે.રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદેસર ગેમ ઝોન સામે પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિકના એડી. કમિશનર અને સ્થાનિક ઝોનના ડીસીપીએ કેમ કોઇ પગલાં લીધા નહી અથવા તો સમગ્ર ગેરકાદેસર પ્રવૃત્તિમાં કેમ આંખઆડા કામ કર્યા તેને લઇને તેમને તાત્કાલીક અસરથી બદલી દેવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને કમિશનર તરીક બ્રજેશ ઝા. ટ્રાફીક અને ક્રાઇમના એડી.કમિશનર તરીકે મહેન્દ્ર બગરીયા અને ઝોન-2 ડીસીપી તરીકે જગદીશ બાંગરવાની બદલી કરવામાં આવી છે. 1) રાજુ ભાર્ગવ પોલીસ કમિશનલર રાજકોટ, પોસ્ટીંગ માટે વેઇટીંગમાં2) બ્રજેશ કુમાર ઝા, સ્પેશિયલ કમિશનર સેક્ટર-2 અમદાવાદથી રાજકોટ પોલીસ કમિશનર3) વિધી ચૌધરી એડી.કમિશનર ટ્રાફિક- ક્રાઇમ, રાજકોટ , પોસ્ટીંગ માટે વેઇટીંગમાં 4) મહેન્દ્ર બગરીયા, ડીઆઇજી કચ્છ ભૂજની બદલી રાજકોટના એડી. કમિશનર ટ્રાફીક અને ક્રાઇમ5) સુધીર જે દેસાઇ ડીસીપી ઝોન-2 રાકોટથી હવો પોસ્ટીંગ માટે વેઈટીંગમાં6) જગદીશ બાંગરવા સુપ્રીન્ટેન્ડેન્ટ વડોદરા જેલથી ડીસીપી ઝોન-2 રાજકોટ

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts