‘બોગસ હથિયાર લાયસન્સ કાંડ’ ધરપકડનો આંકડો 40ને પાર!

  • Home
  • ‘બોગસ હથિયાર લાયસન્સ કાંડ’ ધરપકડનો આંકડો 40ને પાર!

દેશભરમાં ભારે ચકચાર જગાવનારા ‘બોગસ હથિયાર લાયસન્સ કાંડ’માં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.’બોગસ હથિયાર લાયસન્સ કાંડ’ના તાર ગુજરાત સાથે જોડાયેલા છે ત્યારે બોગસ હથિયારોનું લાયસન્સ આપનાર મુખ્ય સૂત્રધાર શૉકત અલીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે,તે બોગસ ડોક્યુમેંન્ટ પર હથિયારોનું બોગસ લાયસન્સ આપતો હતો, શૉકત અલી ગન હાઉસ ચલાવતો હતો અને પોતાના હથિયારો વધુ ને વધુ વેચાય તે માટે હથિયારોના બોગસ લાયસન્સ બનાવી આપ્યા હતા.હરિયાણાના 2 અને નાગાલેન્ડ -મણિપુરના લોકો બોગસ લાયસન્સ કાઢી આપતા હતા.હાલ શૉકત અલી સહીત કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.સાથે જ 29 હથિયારની સાથે 975 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓમાંથી 6 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ લોકોના નામ સામે આવી શકે છે અને દેશભરમાં ‘બોગસ હથિયાર લાયસન્સ કાંડ ફેલાયેલું હોવાની વાત ને પણ નકારી શકાતી નથી!