અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હિમાલય મોલમાં બુધા સ્પા નામના લક્ઝરીયસ સ્પા સેન્ટરમાં મસાજ માત્ર નામનું એકમાત્ર સેકસનો ધંધો ?!

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હિમાલય મોલમાં બુધા સ્પા નામના લક્ઝરીયસ સ્પા સેન્ટરમાં મસાજ માત્ર નામનું એકમાત્ર સેકસનો ધંધો ?!

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના જ વહિવટદારની ભૂંડિ ભૂમિકા-એક હાથે લે અને બીજા હાથે રેડ ના પાડવાની ફુલ ગેરન્ટી ?!

ગૃહમંત્રીના આદેશોને ઘોળીને પી જતા મલાઈ ઝાપટતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના વહિવટદાર કોણ ?!

હિમાલયા મોલમાં બુધા લક્ઝરીયસ સ્પામાં સેક્સ રેકેટની ચાલતી કામલીલા છતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓની નિષ્ક્રિયતા ?!

અમદાવાદ શહેરને સ્પા સેન્ટરોની આડમાં ચાલતાં દેહવેપારનો લુણો લાગ્યો છે,શહેરમાં રહેતી સુસંસ્કારી પ્રજા તેનાથી ઘણી શરમ અનુભવી રહી છે અને યુવાનો બરબાદી તરફ ધકેલાઈ જઈ રહ્યા છે તેમ છતાં જવાબદારોને મલાઈમાં રસ હોવાથી આ બદીએ પુરા શહેરમાં ગંદકી પ્રસરાવી છે.આજે પણ કેટલાક સ્પાના સંચાલકો જવાબદારોની સાંઠગાંઠથી દેહવેપારના ધંધા ચલાવી રહ્યા છે અને શહેરની ગરિમાને લજ્જિત કરી રહ્યા છે.શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હિમાલયા મોલમાં બુધા સ્પા નામના લક્ઝરીયસ સ્પા સેન્ટરમાં મસાજની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યુ છે.અહિ ગુજરાત બહારથી યુવતિઓ બોલાવીને સેક્સ વેચાણના ધંધા પુરજોશમાં ચાલી રહ્યા છે. સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ હિમાલયા મોલમાં આવેલ બુધા સ્પા સેન્ટરમાં મસાજના નામે યુવતિઓ પાસે લોહિનો વેપાર કરાવવામાં આવી રહ્યો છે.સ્પા સેન્ટરમાં પ્રવેશતાં જ અલગ અલગ ભાવ જેમ કે રૂપિયા 2500 થી રૂપિયા 2800 સુધીનો મસાજનો ભાવ કહેવામાં આવે છે અને અંદર પ્રવેશતા જ મસાજ દરમિયાન બીજી ઓફરો કરવામાં આવે છે તેના અલગ ચાર્જ કહેવામાં આવે છે છેવટે ગ્રાહક રાજી થાય તો રૂપિયા 800 સુધીનો ભાવ નક્કી થાય છે અને આ રીતે હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલી રહ્યુ છે.વધુમાં સૂત્રો દ્રારા મળતી જાણકારી મુજબ હિમાલયા મોલમાં બુધા લકઝરીય સ્પામાં મસાજની આડમાં ચાલતાં કુટણખાનાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક વહિવટદાર સારો એવો સાથ સહકાર આપી રહ્યા છે જો કે બદલાં આ વહિવટદાર મોટો વહિવટ કરતાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે..શહેરના પોશ વિસ્તારમાં એવા વસ્ત્રાપુરમાં ચાલતાં આવા દેહવેપારથી કિશોરો અને યુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે અને જે ઉંમરે કારકિર્દી કે પગભર થવાનું હોય તે ઉંમરે આવી બદીઓમાં સપડાઈ જતાં વાલીઓમાં ચિંતાનો માહોલ છે.ત્યારે સ્થાનિક પોલીસ આવા સેન્ટર સામે સખ્ત કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરી રહી છે તે મોટી વિટંબણા છે.

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts