Nobis eum reiciendis hic.
લોગાર્ડન ખાતે વેપારીઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

લોગાર્ડન ખાતે વેપારીઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અને અચૂક મતદાનના પ્રચાર માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે શહેરના બગીચાઓમાં સવારે ચાલવા આવતા, કસરત અને યોગ કરતા વિવિધ ગ્રુપમાં મતદાન જાગૃતિ ફેલાવવામાં આવે છે તેમજ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરવામાં આવે છે. આવા જ એક કાર્યક્રમ અંતર્ગત શહેરના લો ગાર્ડન ખાતે લૉ ગાર્ડન વેપારી ગ્રુપને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વતી ડૉ. એમ. આર કુરેશી મદદનીશ નોડલ ઓફિસર દ્વારા મતદાન જાગૃત્તિ અંગે માહિતી પૂરી પાડીને અચૂક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વેપારીઓએ શપથ ગ્રહણ કરીને ફરજિયાત મતદાન કરશે તથા અન્યોને પણ કરાવશે તેવી ખાતરી આપી હતી.