PM કિશાન યોજનાની લીંક આવે તો 6 હજાર મેળવવાની લાલચમાં લાખો ગૂમાવાની સંભાવના

PM કિશાન યોજનાની લીંક આવે તો 6 હજાર મેળવવાની લાલચમાં લાખો ગૂમાવાની સંભાવના

PM કિશાન યોજનાની લીંક આવે તો 6 હજાર મેળવવાની લાલચમાં લાખો ગૂમાવાની સંભાવનાઠગ ટુકડી દ્વારા લોકોનો સોસીયલ મિડીયાના જુદા જુદા પ્લેટફોર્મ પર પીએમ. કિશાન યોજનાની લીંક મોકલવાની શરૂગુનેગારો કારીગરી કરે તે પહેલા પોલીસે અગમચેતી વાપરી, લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યોસોસીયન મિડીયાનો વપરાશ સતત વધતો જઇ રહ્યો છે. ત્યારે સોસીયલ મિડીયા પર જુદી જુદી એપ્લીકેશન કે લીંક મોકલીને લોકોને ઠગતા સાયબર ગઠીયાનો વ્યાપ પણ સતત વધતો જઇ રહ્યો છે. હાલ સાયબર ગઠીયા પી.એમ. કિશાન યોજના અંતર્ગત લોકોને લીંક કે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમને ઠગવાનો કારસો રચી રહ્યા છે. ત્યારે જ પોલસ ગુનેગારો કરતાં એક કદમ આગળ રહીને આ મુદ્દે લોકોને જાગૃત કરી રહી છે. જો આવી કોઇ પણ લીંક આવે તો તેને ટાળો આવી કોઇ પણ એપ્લીકેશ ડાઉનલોડ નહિ કરવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચના એસીપી હાર્દીક માંકડીયાના જણાવ્યા મુજબ સોસીયલ મિડીયા મોનિટરીંગની ટીમ સોસીયલ મિડીયા પર ઠગ કેવા કિમિયા કરી રહ્યા છે. તેની વિગતો મેળવતા હોય છે. આવી જ રીતે સાયબર વોલયન્ટર પણ નવી નવી મોડેસ ઓપરેન્ડીથી પોલીસને અવગત કરતા હોય છે. ત્યારે જ છેલ્લા ઘણા સમયથી આવી પીએમ. કિસાન યોજનાની લીંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઇ રહ્યો છે પરંતુ પોલીસે સોસીયીલ મિડીયા પર જાગૃતિ માટેની પોસ્ટ વાયરલ કરી દેતાં તેઓ હજુ સફળ થયા નથી.હાલ દેશભરના ખેડુતોને દર વર્ષે કિસાન યોજના અંતર્ગત 6 હજારૂ રૂપિયા સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય તેવી સરકારી વ્યવસ્થા છે. જેનાથી લોકો જાણકારી છે. માટે જ સાયબર ગઢીયાઓ દ્વારા આ લીંક લોકોને મોકલીને તેમને ઠગવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઇ પણ અજાણી લિંક પલ ક્લીક કરશો નહિ અને એપ્લીકેશન ડાઉનલોડ કરશો નહીઃ હાર્દીક માંકડીયા(એસીપી. સાયબર ક્રાઇમબ્રાંચ)સોસીયયલ મિડીયાના કોઇ પણ પ્લેટફોર્મ પર કોઇ પણ અજાણી લિંક આવે તો તેને ક્લીક કરવાનું ટાળો. એપ્લીકેશન તમારો કેમેરા, ગેલેરી અને ફોનનું એક્સેસ મેળવી લેતી હોય છે. માટે એલર્ટ રહોઃ

ભૌમિક મર્ચન્ટ( સાયબર એક્સપર્ટ)કોઇ પણ એપ્લીકેશન કે લીંક ડાઉનલોડ કરો ત્યારે તેને રીવ્યું જોવાનો આગ્રહ રાખો. જેને કારણે તે ફ્રોડ હશે તો યુઝરના નેગેટીવ રીવ્યુ હશે. જ આ ઉપરાંત ફોનના સેટીંગમાં અનનોન સોર્સથી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ થાય નહિ તેના સોર્સ બંધ રાખવા આ ઉપરાંત હાલ ઘણી ઘણી એપ્લીકેશન ડાઉન લોડ કર્યા બાદ તમારા ફોનના કમાન્ડ સામે વાળા પાસે આવી જતાં તેમને બ્લેકમેઇલ કરવા સહિત ઘણી રીતે નુકશાન પણ પહોંચાડવામાં આવતું હોય છે.

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts