અમદાવાદ ના મેમનગરમાં સાસરિયા ઓના શારિરીક-માનસિક ત્રાસથી મહિલાએ ઝેર ગટગટાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો.

અમદાવાદ ના મેમનગરમાં સાસરિયા ઓના શારિરીક-માનસિક ત્રાસથી મહિલાએ ઝેર ગટગટાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો.

મહિલાવિકાસ, નારીસશક્તિકરણ અને બેટી બચાવો અને નારીતુંનાહારીની વાતો પોકળ- એક બાળક ની માતા ને સાસરિયાપક્ષ ના અત્યાચારો સહનન થતાં મોત નો મારગ પકડવા મજબૂર કરાઈ

ઘાટલોડિયામાં રહેતા અને ફરિયાદી હિનાબેનના પિતા બળદેવભાઈએ દીકરીને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રી થી લઈને સ્થાનિક પોલીસસ્ટેશન માં કરી ફરિયાદ

હિનાબેનના પતિનું અવસાન થતાં તેમના પતિની વારસાઈની જમીનના કરોડો રુપિયા આવ્યા પણ હિનાબેનને એક રૂપિયો પણ આપવાનો ઈન્કાર કરી દીધો

સોલા સિવિલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં હિનાબેન-ન્યાય માટે પોકાર

પ્રાપ્ત માહિતી મુજબ બળદેવભાઈના દિકરી હિનાબેન તેમના પતિ ચિરાગભાઈ કનુભાઈ ઠાકોર(રહે.શ્યામનગર,વિશ્રામનગરની બાજુમાં,મેમનગર,અમદાવાદ) ખાતે તેમના સાસરિમાં રહેતા હતા અને ત્યારબાદ સાસરિયાપક્ષના ત્રાસના કારણે તેઓ ચિરાગભાઈના ફાર્મ હાઉસ (મુ.વાસણા કેલીયા,તા.ધોળકા,જિ.અમદાવાદ) ખાતે ચિરાગભાઈ સાથે 11 વર્ષથી  લિવ ઈન રિલેશનશિપમા રહેતા હતા અને તેમણે 8 વર્ષનો એક દિકરો પણ છે.આ દરમિયાન તેમના સસરા કનુજી મફતજી ઠાકોરની જમીન વેચવામાં આવી જેની કિંમત 115 કરોડ રૂપિયાની હતી જેમાં વારસાઈના ભાગરૂપે ચિરાગભાઈને રૂપિયા 11 કરોડ 50 લાખ ભાગમાં આવે પરંતુ સાસરીપક્ષના લોકોને એક રૂપિયા પણ આપવા રાજી નહોતા અને તેથી હિનાબેન અને ચિરાગભાઈ સાથે વારંવાર ઝઘડાકરીને તેમને ઘરમાંથી કાઢી મૂકતા હતા અને તેથી તેઓના ત્રાસથી એક દિવસે ચિરાગભાઈ મોતના મુખમાં ધકેલાઈ ગયા અને તે હિનાબેનના સાસરી પક્ષના કુલ 15 જણા જવાબદાર છે તેવું તેમને ફરિયાદમાં જણાવ્યુછે.જો કે હાલમાં પણ તેમના સાસરીયાપક્ષના ત્રાસ જારી જ છે જેથી હિનાબેને ત્રાસી જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને હાલમાં તેઓ અમદાવાદની  સોલા સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે હિનાબેન અને તેમના પિતા બળદેવાભાઈએ ન્યાય માટે મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેમના સસરા કનુજી ઠાકોર અને બીજા 15 સામે ફરિયાદ કરી છે ત્યારે નારી તું નારાયણી કહેવાતી હોય તે દેશમાં હિનાબેનને ન્યાય મળે છે કે નહિં તે જોવાનું રહ્યુ.

આજે  મહિલા વિકાસ, નારી સશક્તિકરણ અને બેટી બચાવો અને નારી તું ના હારીની વાતો મોટી મોટી કરવામાં આવે છે પણ જે દેશમાં નારીની પૂજાની વાત થતી હોય તે દેશમાં જ કેટલીય નારીઓ સાસરિયાપક્ષના લોકોથી ક્ષયંકર યાતનાઓ સહન કરી રહી હોય છે તેનું શું?! અમદાવાદમા મેમનગર વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેના સાસરિયા પક્ષ દ્રારા છેલ્લા દસ વર્ષથી શારિરી-માનસિક ત્રાસ ગુજારવામાં કોઈ કમી નથી રખાઈ. 

બે વર્ષ અગાઉ જ્યારે તેમના પતિનું નિધન થયું ત્યારબાદ તેઓ તેમના માતાના ઘરે રહેતા હતા અને તે પોતાના સાસરીયા પક્ષમાં ગઈ તો તેને માર મારવામાં આવ્યો હતો અને છેવટે રખાતા છેવટે આ મહિલાને ઝેર પીવાનો વારો આવ્યો છે. જો કે સદનસીબે બચી ગયા છે.  આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીથી લઈને  સ્થાનિક વિસ્તારના પીઆઇ સુધી દરેકને અરજી આપી હતી ….પરંતુ આ વિષય પર હાલ સુધીમાં કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેમની માંગ છે કે જલ્દીથી જલ્દી આ વિષય પર કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે.

આજના મૂડીવાદી પ્રવાહમાં જોર,જમીન અને ઝવેરાત માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને એટલે સુધી કે લોહિના સંબંધોનું કાશળ કાઢી નાખતાં પણ વિચાર કરતાં નથી,પૈસા માટે સામ,દામ,દંડ અને ભેદની નિતી અપનાવી ગમે તે હદે જઈ શકે છે અને અનુબેન બળદેવભાઈ ઠાકોર(રહે.શેરસિયા વાસ,ઘાટલોડિયા,અમદાવાદ)ના દિકરી હીનાબેન ચિરાગભાઈ સાથે આવું જ કંઈક બન્યુ છે,જેમાં સાસરિયાપક્ષના શારિરીક,માનસિક ત્રાસથી ઝેરી દવા ગટગટાવવાનો વારો આવ્યો છે અને હાલમાં તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts