Nobis eum reiciendis hic.
એકબીજાના લોહિયાળ બનેલા બંને ભાઈઓએ આખરે કોર્ટમાં કર્યો સમાધાન, કેસનો આવ્યો નિકાલ.

એકબીજાના લોહિયાળ બનેલા બંને ભાઈઓએ આખરે કોર્ટમાં કર્યો સમાધાન, કેસનો આવ્યો નિકાલ.
અમદાવાદ: વર્ષ 2022માં પેડલ રિક્ષાની પાર્કિંગ બાબતે થયેલી મગજમારીમાં બે સગા ભાઈઓ જાહેર રોડ ઉપર બાખડયા હતા. જેમાં મોટાભાઈએ નાનાભાઈ ને માથામાં લોખંડની પાઇપ મારી લોહીલુહાણ બનેલા નાનાભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આજે બે વર્ષ બાદ બંને ભાઈઓને પોતાની ભુલોનું અનુભવ થતાં બને જણાએ એકબીજાની સાથે માફી માંગી મેટ્રોકોર્ટમાં કેસમાં સમાધાન કર્યો હતો. જેથી મેટ્રો કોર્ટ નંબર 8ના મેજિસ્ટ્રેટે આરોપીને કેસમાંથી નિર્દોષ છોડી મૂક્યો હતો.કેસની વિગતો એવી હતી કે, (ફરિયાદી)વિક્રમ બાબુ ભાઈ ઠાકોરે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોતાના સગા મોટા ભાઈ વિરૂદ્ધ મારામારી અને જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પીન્ટુ વિરૂદ્ધ આઇપીસી 324 વગેરે મુજબની કલમો અનુસાર કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. જે કેસ મેટ્રોકોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે તેમાં ફરિયાદી અને આરોપી બંનેએ પોતાની ભુલોને દરગુજર કરીને એકબીજાને માફ કર્યા હતા. અને કેસ આગળ નહી ચલાવવા માટે ફરિયાદીએ તેમના વકીલ આર.એસ.શેખ દ્વારા મેજીસ્ટ્રેટને રજૂઆત કરી હતી કે હવે તેમને કેસ આગળ ચલાવવા માંગતા નથી. જેથી મેટ્રો કોર્ટ નંબર 8ના મેજિસ્ટ્રેટે આરોપીને કેસમાંથી મુક્ત કર્યા હતા.