Nobis eum reiciendis hic.
અમદાવાદના બજારોમાં આવી રમઝાન માસની રોનક

અમદાવાદના બજારોમાં આવી રમઝાન માસની રોનક

અમદાવાદના બજારોમાં આવી રમઝાન માસની રોનક
હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. 20 રોઝા પૂર્ણ થયા છે. અને હવે ચાંદ પ્રમાણે 10 અથવા 9 રોઝા બાકી રહ્યા છે. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવશે. રમઝાન ઇદની ખરીદી કરવા માટે લોકોએ બજારની મુલાકાત લેવાની શરૂ કરી દીધી છે.ઠંડા પડેલા ઢાળઘર વાડના બજારમાં હવે ગ્રાહકીનો ગરમાવો જોવા મળી રહ્યો છે.

લોકો પોતાના બાળકોના કપડાં લેવા માટે તીન દરવાજા, ઢાળઘર વાડ તેમજ રીલીફ રોડ પર જઈ રહ્યા છે જેથી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે.એટલુજ નહિ, રમઝાન માસ નિમિતે ત્રણ દરવાજાની પટવા શેરી પાસેની ખાવા પીવાની દુકાનોની પણ ગ્રાહકીમાં વધારો થયો છે.