Nobis eum reiciendis hic.
એટ્રોસીટી અંગે દલીતોની સર્કીટ હાઉસ ખાતે મીટીંગ.

એટ્રોસીટી અંગે દલીતોની સર્કીટ હાઉસ ખાતે મીટીંગ.
અમદાવાદના તમામ દલીત સંગઠનો સર્કીટ હાઉસ ખાતે ભેગા થયા હતા જેમા એટ્રોસીટી વિષય અંગે વાતચિત કરતા સુબોધ કુમુદ દ્વારા જણાવવામા આવ્યું કે ગુજરાતની ભરોસાની ભાજપ સરકાર દલિતો અને આદિવાસીઑ સાથે દગો કરી રહ્યું છે જેનુ ઉદારહણ એ સામે આવ્યું છે કે ગુજરાત પોલિસ અરણેશકુમાર વિરુધ્ધ સ્ટેટ ઓફ બિહાર સુપ્રિમ કોર્ટનુ જજમેન્ટ ટાંકી એટ્રોસીટીની ઘટનાઓમા જે ગુન્હાઓ નોંધાય છે જેમા આરોપીઓને પોલીસ સ્ટેશનથી જ રવાના કરી દે છે આ ઘટનાએ એટ્રોસીટી એક્ટને નબળો પાડવાની ઘટના છે એટલે આજે અમદાવાદના તમામ દલીતો એકઠા થયા હતા જેમા નક્કી કરવામાં આવ્યું કે અગામી 30 જુલાઈ ના રોજ સવારે 11:00 કલાકે DGP કચેરી રજૂઆત કરવા જવાના છે