Nobis eum reiciendis hic.
કિરણ પટેલ પાર્ટ ટુઃ પીઓમઓના અધિકારી તરીકે ઓળખ આપી કોર્પોરેશનના અધિકારીઓને દોડાવ્યા

કિરણ પટેલ પાર્ટ ટુઃ પીઓમઓના અધિકારી તરીકે ઓળખ આપી કોર્પોરેશનના અધિકારીઓને દોડાવ્યા
રૂપેશ દોષી નામના ઠગે પીએમઓ ઓફીસ ઉપરાંત રોના અધિકર તરીને પણ ઓળખ આપી કામ કરાવ્યા હતાહોટલોમાં ખાવા પીવાની અને નાસ્તાી વ્યવસ્થા કરાવવાની, મોલમાં ખરીદી અને એરપોર્ટ પર જવા આવવા ગાડીની પણ બારોબાર વ્યવસ્થા કરાવવાની
કિરણ પટેલ ઝડપાઇ ગયા બાદ પણ રૂપેષ દોષીએ પોતાના કારનામા ચાલું રાખ્યા, ક્રાઇમબ્રાંચે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી
પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપી છેક પાકિસ્તાન બોર્ડર સુધી જઇ આવેલો કિરણ પટેલ ગયા વર્ષે ઝડપાઇ ગયો છે. તેણે અમદાવાદના આઇપીએસ અધિકારીઓ સહિત ઘણા લોકોને ચુનો લગાવ્યો હતો. હવે અમદાવાદ ક્રાઇમબ્રાંચના ચોપડે કિરણ પટેલ પાર્ટ ટુ સમાન રૂપેશ દોષી સામે ફરીયાદ નોંધાઇ છે. રૂપેશ પણ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદના જુદા જુદા અધિકારીઓે સમક્ષ પ્રધાન મંત્રી કાર્યાલકના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને તેમને દોડતા રાખતો હતો. હોટલમાં જમવાથી લઇને નાસ્તાની વ્યવસ્થા કરાવતો હતો. મોલમાંથી ખરીદી અને એરપોર્ટ જવા આવવા માટે લક્ઝુરીયસ ગાડીની વ્યવસ્થા પણ કરાવતો હતો. પાંચ વર્ષથી આ રૂપેશ દોશીની સેવામાં દોડતા રહેલા એક અધિકારીએ કંટાળીને તેની સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવદા ક્રાઇમબ્રાચ દ્વારા રૂપેશ દોષી એટલે કે વિષ્ણું જોષીએ કોઇની પાસેથી પૈસા પડાવ્યા હોય તો તે ક્રાઇમબ્રાંચ સમક્ષ જાણ કરી શકે છે. ફાંકડુ અંગ્રેજી બોલતો આધેડ માણસ ગાંધીનગર અમદાવાદના અધિકારીઓને પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલયના સિનિયર અધિકારી તરીકે આપી રહ્યો છે. ગમે તેને પોતાના પ્રભાવમાં લાવી દેતો રૂપેષ દોષી ઉર્ફે વિષ્ણું જોષી પોતાના હાવ ભાવ અને વાત કરવાની સ્ટાઇલથી કોઇને પણ પ્રભાવમાં લાવી દેતો હતો. લગભગ નિવૃત્ત જીવન ગુજારતો રૂપેષ ઉર્ફે વિષ્ણુ જ્યારે પણ ગાંધીનગર ખાતે આઇટી કંપનીમાં નોકરી કરતા પોતાના દિકરાના ઘરે આવતો ત્યારે એરપોર્ટ પરથી જ કોઇ અધિકારીને ફોન કરીને પોતાના માટે ગાડી બુક કરાવી દેતો હતો.પરિવાર સાથે જમવા જવાનું હોય તો પણ મહાનગર પાલીકાના અધિકારીઓને આદેશ આપી દેતો અને તેના માટે વ્યવસ્થા પણ ગોઠવાઇ જતી એટલે તેને ટેવ પડી ગઇ. પાંચ વર્ષથી તેણે જુદા જુદા વિભાગના અધિકારીઓને ફોન કરીને પ્રધાન મંત્રી કાર્યાલયના અધિકારીની ઓળખાણ આપી ઘણા કામ કરાવી લીધા હતા. કોઇ અધિકારીને ટ્રાન્સફર કરાવી આપવાના કે સારૂ પોસ્ટીંગ અપાવવાના નામે પૈસા પડાવતો હતો અને સેવા પણ લેતો હતો. ઘણી જગ્યાએ તેણે પોતાની ઓળખ રો ના અધિકારી તરીને પણ આપી હતી અને સરકારમાં કોન્ટ્રક્ટ અપાવવાનું કહીને પણ પૈસા પડાવ્યા હતા. પાલિકા ઉપરાંત અન્ય વિભાગના અધિકારીઓેને ફોન કરાવીને મોલ કે શોરૂમમાંથી ખરીદી પણ કરતો હતો. આખરે એક અધિકારીએ આ ગઠીયાના ત્રાસથી કંટાળીને પોલીસને જાણ કરી હતી. રૂપેષ ઉર્ફે વિષ્ણું પણ કિરણ પટેલ જેટલા મોટા કાંડ કરે તે પહેલા જ તેની વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચે ફરીયાદ નોંધી પોલીસ ઇન્સ્પેકટર પરેશ ખાંભલાએ વધુ તપાસ શરૂ કરી છે. જો કોઇ નાગરીક આ ઠગનો ભોગ બન્યો હોય તો ક્રાઇમબ્રાંચમાં જાણ કરી શકે છે .