શું ભચાઉ પ્રાંત અદાણી મુદ્દે નિર્ણય લેવામાં અવઢવમાં છે?

શું ભચાઉ પ્રાંત અદાણી મુદ્દે નિર્ણય લેવામાં અવઢવમાં છે?

કચ્છમાં ઔધોગિક હેતુ માટે અદાણી SEZ ને વનવિભાગ હસ્તકની જમીનો વન વિભાગને વળતર વનીકરણ યોજના અન્વયે ફાળવવામાં આવેલ હતી. જેના બદલામાં તેટલી જ જમીન અદાણી SEZ ને ખરીદીને વેન વિભાગને સુપરત કરવાની શરત હતી. જે અન્વયે અદાણી યુઝર એજન્સી દ્વારાકચ્છના ભચાઉ અને રાપર તાલુકાના અલગ અલગ ગામોની જમીન ખરીદીને વન વિભાગને તબદીલ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી કંપની દ્વારા ખરીદવામાં આવેલી આ જમીનો જુની શરતની અને બિન ખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર હતી. પરંતુ, જે તે મહેસુલી અધિકારીઓ દ્વારા પ્રીમિયમ વસૂલ્યા વગર જ આ અંગેની વેચાણ નોંધો પ્રમાણિત કરીને સરકારી તિજોરીને નુકસાન કર્યા બાબતની અપીલો ભચાઉ પ્રાંત સાહેબ સમક્ષ અરજદાર સુબોધ કુમુદ દ્વારા દાખલ કરવામાં આવેલ અને જૂની શરતની બિન ખેતીને હેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો પ્રીમિયમ ભર્યા વગર વેચાણ થતા આ અંગેની વેચાણ નોંધો રદ કરવા બાબતની દાદ માંગવામાં આવેલ. અત્રે નોંધનીય છે કે, આ અંગેની સુનાવણી તારીખ ૧૬ જુલાઈ,૨૦૨૪ના રોજ પ્રાંત અધિકારી દ્વારા બંને પક્ષને સાંભળીને પુરી કરવામાં આવેલ છે. પરંતુ, આ સુનાવણીને દોઢ મહિના જેટલો સમય વિતવા છતાં એકપણ અપીલ અરજી ઉપર કોઈ જ હુકમ કરવામાં આવ્યો નથી. સુત્રોથી મળેલી માહિતી મુજબ આ હુકમ કરવામાં પ્રાંત અધિકારી, ભચાઉ અવઢવમાં હોઈ વિલંબ થઈ રહ્યો હોવાનું મનાય છે. પ્રીમિયમ ભરવાનો હુકમ કરવામાં આવે તો અદાણી કંપનીને સરકારમાં મોટું પ્રીમિયમ ભરવું પડશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઉપરાંત જો પ્રીમિયમ વસુલવાનું થતું હોય અને વસુલ્યા વગર આ વેચાણ નોંધો પ્રમાણિત કરવામાં આવી હોય તો એ બદલ જવાબદાર મહેસુલી અધિકારીઓ સકંજામાં આવે તો પણ નવાઈ નહીં.

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts