અમદાવાદના સિંધુભવન રોડ પર મિત્રો સાથે નાસ્તો કરવા નીકળેલા 18 વર્ષના યુવકને થારે અડફેટે લેતા મોત

અમદાવાદના સિંધુભવન રોડ પર મિત્રો સાથે નાસ્તો કરવા નીકળેલા 18 વર્ષના યુવકને થારે અડફેટે લેતા મોત

સિંધુભવન રોડ પર રાત્રે યુવાનો લટાર મારવા માટે નીકળતા હોય છે, આવામાં કેટલાક વાહન ચાલકો બેદરકારીભર્યું વાહન હંકારતા હોવાના બનાવો પણ બનતા રહે છે. આવી જ એક ઘટના શુક્રવારે રાત્રે બની હતી જેમાં 18 વર્ષનો જયદીપ સોલંકી નામનો યુવક તેના મિત્રો સાથે નીકળ્યો હતો. તે દરમિયાન થાર ગાડીએ તેને અડફેટે લીધો હતો.

થાર ગાડીની બાઈક સાથે ટક્કર થતા જયદીપ 50 ફૂટ જેટલો હવામાં ફંગાળાયો હોવાની પણ વિગતો મળી રહી છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જયદીપનું મોત થઈ ગયું છે. અકસ્માત સર્જનાર થાર ગાડીનો ચાલક બનાવના સ્થળે જીપ મૂકીને ફરાર થઈ ગયો હતો.

18 વર્ષનો જયદીપ તેના મિત્રો સાથે રાત્રે નાસ્તો કરવા માટે નીકળ્યો હતો ત્યારે થારના ડ્રાઈવરે તેને અડફેટે લીધો હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે જયદીપ સોલંકીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું

બનાવ બાદ આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકની મદદ માટે તૈયારી બતાવી હતી. જોકે, જયદીપ સોલંકીનો જીવ બચાવી શકાયો નહોતો. હવે પોલીસે આ મામલે વધુ તપાસ કરીને આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.

Rajniti Sandesh

Recent Posts