Nobis eum reiciendis hic.
જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ પસંદગી પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ યોજાઈ

જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ પસંદગી પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ યોજાઈ

જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ પસંદગી પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ યોજાઈ
નિકોલ રમત સંકુલ ખાતે અં-૯ અને અં-૧૧ વયજૂથના કુલ ૧૩૧૪ ખેલાડીઓએ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લીધો
જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ ના સમયગાળા દરમ્યાન યોજનામાં સમાવવા યોગ્યતા ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવા માટે અમદાવાદ જિલ્લાકક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી અમદાવાદની કચેરી દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૪ (અં-૯ બહેનો) અને તા.૩૦/૦૩/૨૦૨૪ (અં-૯ ભાઈઓ) તેમજ તા.૦૧/૦૪/૨૦૨૪ (અં-૧૧ ભાઈઓ) અને તા.૦૨/૦૪/૨૦૨૪ (અં-૧૧ ભાઈઓ) દરમ્યાન એથ્લેટીક્સ ટ્રેક નિકોલ રમત સંકુલ, નિકોલ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૩૧૪ ખેલાડીઓએ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લીધેલ. જેમાં પસંદગી પામેલ ખેલાડીઓ ઝોનકક્ષાએ બેટરી ટેસ્ટમાં ભાગ લેશે. પસંદગી પામેલ ખેલાડીઓને જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં પસંદગી પામેલ ખેલાડીઓને ઉચ્ચત્તરનું શિક્ષણ, નિવાસ, ભોજન, અદ્યતન રમતની ઘનિષ્ઠ તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે.