Nobis eum reiciendis hic.
જામનગરમાં બનશે ભવ્યાતિભવ્ય સાંસદ ખેલમહોત્સવ-૨૦૨૪ પૂર્ણાહુતિ કાર્યક્રમનું સાક્ષી

જામનગરમાં બનશે ભવ્યાતિભવ્ય સાંસદ ખેલમહોત્સવ-૨૦૨૪ પૂર્ણાહુતિ કાર્યક્રમનું સાક્ષી
જામનગરમાં હાલ સાંસદ ખેલમહોત્સવ-૨૦૨૪ની વિવિધ કક્ષાઓની વિવિધ રમતોની સ્પર્ધાઓ ચાલુ છે. આગામી તા.૦૯/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રદર્શન મેદાન, જામનગર ખાતે સાંસદ ખેલમહોત્સવ-૨૦૨૪નો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે. સાંસદશ્રી પૂનમબેન માડમના માર્ગદર્શન અને પ્રેરણાથી સાંસદ ખેલમહોત્સવ- ૨૦૨૪નું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.સાંસદ ખેલમહોત્સવમાં કબડ્ડી,

એથલેટીક્સ, ખો-ખો, વોલીબોલ જેવી રમતોની સાથે- સાથે પરંપરાગત રમતો જેવી કે, રસ્સાખેંચ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, સંગીત ખુરશી જેવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર દેવભૂમિ દ્વારકા ક્ષેત્રમાં સાંસદ ખેલમહોત્સવની સ્પર્ધાઓનું ગ્રામ્યકક્ષા, શાળાકક્ષા, તાલુકાકક્ષા, ઝોનકક્ષા તેમજ લોકસભા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર લોકસભા ક્ષેત્રમાં આયોજીત આ સાંસદ ખેલમહોત્સવમાં ૮૨,૦૦૦ જેટલા વિવિધ વયજૂથના લોકોએ ખેલદિલીપૂર્વક ભાગ લીધો હતો. સાંસદ ખેલમહોત્સવમાં વિજેતા થનારા ખેલાડીઓને સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે સર્ટીફીકેટ અને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના આયોજનમાં ભવ્યાતિભવ્ય આતશબાજી અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બંને જીલ્લાના ખેલાડીઓની સાથે નાગરિકો જોડાશે.