Nobis eum reiciendis hic.
ઉત્તરપ્રદેશમાં ગોરખ નામનો આખલો ચર્ચાનુ કેન્દ્ર બન્યો.

ઉત્તરપ્રદેશમાં ગોરખ નામનો આખલો ચર્ચાનુ કેન્દ્ર બન્યો.
ભારતમા અગાઉ સુલતાન અને યુવરાજ નામનો પાડો બહુ ચર્ચામાં છવાયો હતો પરંતુ આ વખતે પાડો નહી પરંતુ આ વખતે ઉત્તરપ્રદેશમાં ગોરખ નામનો આખલો હાલમા હાલ ભારતમા ચર્ચામા છવાયો છે વિકી ડોનર ફીલ્મમા જે રીતે આયુષ્માન ખુરાના સ્પર્મ ડોનર તરીકે પ્રખ્યાત થયો હતો એવીજ રીતે “ગોરખ” નામનો આ આખલો સ્પર્મ ડોનર તરીકે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ગોરખના સ્પર્મથી હજારો ગાયોએ જન્મ લીધો છે અને અત્યાર સુધી 50 હજાર સેમ્પલ તૈયાર કરવામાં આવ્યા. ઉત્તરપ્રદેશમા તમને ગંગાતીરી પ્રજાતિની ગાય જોવા મળે તો સમજી જવાનુ કે એના પિતા ગોરખ જ હશે.
ગોરખનો જન્મ 2014 ઉત્તરપ્રદેશના મીરઝાપુરમા થયેલ ત્યારબાદ હાપૂડના વીર્ય ઉત્પાદન કેન્દ્રમા રાખવામાં આવ્યો એને નિયમિત દરરોજ ઉત્તમ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે એનો એક દિવસનો ખર્ચ હજાર રૂપીયાની આસપાસ છે.અત્યાર સુધી ગુજરાતની ગીર,રાજસ્થાનની રાઠી ઉડીસાની રેડસિન્ધી, પંજાબની સાહીવાલ અને ગોવાની શ્વેત કપિલા ગાયો વધુ દૂધ આપવામાં પ્રખ્યાત છે પણ હવે આ ગંગાતીલી નસ્લ પણ વધુ દૂધ આપતી ગાયોમા જગ્યા બનાવી લીધી જેનો સંપૂર્ણ શ્રેય ગોરખ ઉપર જાય છે આ નસ્લ ગરમી ઠંડી તે વરસાદમા પણ સરળતાથી જીવી જાય છે જે ઉત્તરભારત માટે વરદાનરૂપ બની સાથે સાથે ગોરખના લીધે સ્થાનિક નસ્લની ગાયોનુ પ્રમાણ પણ વધશે