Nobis eum reiciendis hic.
ઝારખંડમા બે બાળકો સાપ ખાઇ ગયા હતા.

ઝારખંડમા બે બાળકો સાપ ખાઇ ગયા હતા.
સાપને જોતા કે નામ સાંભળતા જ ડર લાગે પરંતુ બે બાળકો રમતા-રમતા ઝેરી સાપ શેકીને ખાઇ ગયા હતા. આવાત છે ઝારખંડના એક ગામની જેમા બે બાળકો આગ પાસે હતા તો ક્યાંકથી મરેલો સાપ કે સાપ મારીને આગમાં શેકી ખાઇ ગયા હતા આ વાતની ખબર પડતા જ પરિવારના લોકો ચોંકી ગયા અને ડરી ગયા હતા કારણ કે આ સાપ ખાઇ ગયા હતા
પરીવારના સભ્યો બંને બાળકોને ગામમા ભૂવા પાસે લઇ ગયા હતા ત્યા ભૂવાએ ઉલટી થાય એવુ ખવડાવ્યુ ત્યાદબાદ બાળકોને રાંચી જ્યા મોટી હોસ્પીટલ આવેલી છે ત્યા લઇ ગયા ત્યાદબાદ બંને સ્વસ્થ હોવાની માહિતી મળી.
સાપ વિશેષજ્ઞોનુ કહેવું છે કે સાપ ખાવાથી મરી જવાતું નથી સાપ કરડે અને તમારા શરીરની માંસપેશીઓમા ઝેર પ્રસરે ત્યારે માણસ મરી શકે છે હા ભારતમા જોવાં મળતો રેડનેક વોટર સ્નેક પોઇઝનસ હોય છે એ ખાવાથી મોત થઇ શકે છે આમ વિશ્વમાં ઘણા સાપ એવા છે જેને લોકો ખાતા નથી ઘણાનું એવુ કહેવુ છે કે ડિસ્કવરીમા બીયર ગ્રીલ્સને જોઇને આ બંને જણાએ સાપ ખાઇ ગયા હોઇ શકે છે પણ પરીવારના લોકોએ એ પણ ધ્યાન રાખવુ કે બાળકો આપણુ અનુકરણ કરતા હોય છે.
રસલ વાઇપર હતો જો આ સાપ કરડે તો લીવર કિડનીમા અસર થઇ શકે. કદાચ ઝેરની માત્રા વધારે હોય તો જ્યાં કરડ્યો છે ત્યાં સડો થાય અથવા માણસનુ મોત પણ થઇ શકે છે.