અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરોની ઘોંચ બોલાવતી શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરોની ઘોંચ બોલાવતી શહેર ક્રાઈમ બ્રાન્ચ

શાહપુર વિસ્તારમાં જીવણ કમળશીની પોળમાં પ્રોહિ.લિસ્ટેડ બુટલેગર રાજેશ ઉર્ફે લાલો ગણપતભાઈ ચુનારાના મકાન ખાતેથી તેમજ જીવણ કમળશીની પોળ સામે મેટ્રો રેલ્વે સ્ટેશન પાસેથી લોડિંગ રીક્ષામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુના જથ્થા સાથે બે આરોપીઓને જબ્બે કરતી શહેર ક્રાઈમ બ્રાન્ચ

  • શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમના વહિવટદારના ચાર હાથ હોવાથી આ બુટલેગરો સુરક્ષિત હતા અને બિન્દાસ્ત અને બેફિકર તેમનો ધંધો કરતાં હોવાની પ્રજામાં ચાલતી ચર્ચા!!
  • શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમના વહિવટદારના કારનામાઓની પોલ ખુલ્લી પડી ગઈ-ક્રાઈમ બ્રાન્ચે તમામ ભાંડો ફોડી દીધો!!
  • ફરજની આડમાં બુટલેગરોને છાવરવાની શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમના માનિતા વહિવટદારને ચોમેરથી મળી રહેલ ધિક્કાર !!


અમદાવાદ શહેરના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં આજે પણ દેશી-વિદેશી દારુની રેલમ છેલ ઉડી રહી છે અને એમાં સ્થાનિક પોલીસ જ સંડોવાયેલી રહેતી હોવાતી ચુપચાપ આવા ગોરખધંધા ચાલી રહ્યા હોય છે અને શહેરના શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ કંઈક આવી જ બદપ્રવૃત્તિઓ ચાલતી હતી જેનો શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર શાહપુર વિસ્તારમાં જીવણ કમળશીની પોળમાં પ્રોહિ.લિસ્ટેડ બુટલેગર રાજેશ ઉર્ફે લાલો ગણપતભાઈ ચુનારાના ચોક્ક્સ બાતમી હકીકત આધારે રેડ કરી મકાન ખાતેથી તેમજ જીવણ કમળશીની પોળ સામે મેટ્રો રેલ્વે સ્ટેશન પાસેથી લોડિંગ રીક્ષામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુના જથ્થા સાથે બે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં કિરિટભાઈ હિમનતલાલ શાહ(રહે.જીવણ કમળશીની પોળ) અને સુનિલભાઈ કનુભાઈ વાઘેલા (રહે.શંગરભુવનના છાપરા)ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રાજેશ ઉર્ફે લાલો ગણપતભાઈ રાજપૂત (રહે.સાંકળી શેરી,શાહપુર) અને પારસ ઉર્ફે પસો રાજેશભાઈ જૈન (રહે.જીવણ કમળશીની પોળ) વોન્ટેડ છે.પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 5,15,640 ની માલમત્તા પકડાઈ છેઅમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ ઉકેલી દીધો છે ત્યારે સ્થાનિક પોલીસ એટલે કે શાહપુર પોલીસ સ્ટેશન ઉંઘતુ ઝડપાયુ છે.
સૂત્રો દ્રારા મળતી જાણકારી અને સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ આ ધંધાર્થીઓ ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમના વહિવટદારના ચાર હાથ હોવાથી આ બુટલેગરો સુરક્ષિત હતા અને બિન્દાસ્ત અને બેફિકર તેમનો ધંધો કરતાં હતા,શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.તેમની ફરજની તમામ મર્યાદાઓ ચુકી જઈને આ બુટલેગરોને છાવરતા હોવાની પણ હવા પ્રસરી રહી છે અને તેમના વિશ્વાસુ અને માનીતા વહિવટદાર દ્રારા આ બુટલેગરો સાથે ચા-પાણીના વ્યવહાર હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે જો કે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને આની ગંધ આવી જતાં તાકીદે રેડ પાડીને આ બુટલેગરોને સાણસામાં લઈ લીધી છે અને વોન્ટેડ આરોપીને પકડવાની સઘન શોધખોળ ચાલું છે જો કે આમાં શાહપુર પોલીસ સ્ટેશનની આબરુના ધજ્જિયા ઉડી ગયા છે અને ખાખીની આડમાં બુટલેગરોને છાવરવાની શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.ને ધિક્કારી રહ્યા છે.

Rajniti Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts