Nobis eum reiciendis hic.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કેક કાપી આતિશબાજી સાથે ભવ્ય ઉજવણી.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કેક કાપી આતિશબાજી સાથે ભવ્ય ઉજવણી.
અહેવાલ :- કેયુર ઠકકર ( અમદાવાદ )
ગત રોજ તારીખ ૬ માર્ચ ને શનિવાર સાંજે ૬.૦૦ કલાકે રાયપુર ચકલા ખાતે ભારતીય જનતા પાર્ટી જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કેક કાપી આતિશબાજી સાથે કરવામાં આવી,

રાયપુર ચકલા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીમાં ભૂષણભાઈ ભટ્ટ (મહામંત્રી-ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર,પૂર્વ ધારાસભ્ય જમાલપુર-ખાડિયા) સહિત મ્યુનિસિપલ કાઉન્સિલર, યુવા મોરચો, મહિલા મોરચા ની મહિલાઓ સહિત ભાજપ ના અગ્રણી હોદ્દેદારો અને ભાજપ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
