હેવન સ્પા સેન્ટરમાં ચાલતાં આવા દેહવેપારથી કિશોરો અને યુવાનોના બરબાદી તરફ કદમ
બહારથી યુવતિઓને બોલાવીને ચાલતાં દેહવેપાર-સંચાલકને મલાઈ અને યુવતિઓનું શારીરિક શોષણ
બહારથી યુવતિઓને બોલાવીને ચાલતાં દેહવેપાર-સંચાલકને મલાઈ અને યુવતિઓનું શારીરિક શોષણ
અમદાવાદ શહેરને સ્પા સેન્ટરોની આડમાં ચાલતાં દેહવેપારનો લુણો લાગ્યો છે,શહેરમાં રહેતી સુસંસ્કારી પ્રજા તેનાથી ઘણી શરમ અનુભવી રહી છે અને યુવાનો બરબાદી તરફ ધકેલાઈ જઈ રહ્યા છે તેમ છતાં જવાબદારોને મલાઈમાં રસ હોવાથી આ બદીએ પુરા શહેરમાં ગંદકી પ્રસરાવી છે.આજે પણ કેટલાક સ્પાના સંચાલકો જવાબદારોની સાંઠગાંઠથી દેહવેપારના ધંધા ચલાવી રહ્યા છે અને શહેરની ગરિમાને લજ્જિત કરી રહ્યા છે.આવું જ એક હેવન સ્પા સેન્ટર, જય ભવાની મોબાઈલ, હેમાની કોમ્પ્લેક્સ,ગુજરાત કો-ઓપરેટીવ બેંક પાસે,દેવ સૃષ્ટિ-2 સોસાયટીની સામે, વસ્ત્રાપુરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યુ છે, જ્યાં યુવતિઓ પાસે દેહવેપાર કરાવાતો હોવાની સુત્રો દ્રારા જાણકારી મળી છે.
સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર વિસ્તારમાં હેવન સ્પા સેન્ટરમાં દેહવેપાર થતો હોવાની કેટલાંક સ્થાનિકોને જાણ થતાં આ સ્પાના સંચાલક વિરુધ્ધ સ્થાનિકોમાં અનેક ફરિયાદો ઉઠી છે તેમ છતાં જવાબદારો તેમની કાર્યવાહીમાંથી હાથ અધ્ધર કરી રહ્યા છે..કહેવાય છે કે આ સ્પા સેન્ટરના સંચાલક અને તેના એજન્ટો માથાભારે અને લુખ્ખાગીરી કરતાં હોવાથી સ્થાનિક લોકોને હંમેશા તેમનો ડર રહેતો હોય છે.શહેરના પોશ વિસ્તારમાં એવા વસ્ત્રાપુરમાં ચાલતાં આવા દેહવેપારથી કિશોરો અને યુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે અને જે ઉંમરે કારકિર્દી કે પગભર થવાનું હોય તે ઉંમરે આવી બદીઓમાં સપડાઈ જતાં વાલીઓમાં ચિંતાનો માહોલ છે.ત્યારે સ્થાનિક પોલીસ આવા સેન્ટર સામે સખ્ત કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની લાગણી અને માંગણી છે.