Nobis eum reiciendis hic.
ધ હની સ્પા ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે સ્પાની આડમાં ચાલે છે કુટણખાનું ?

ધ હની સ્પા ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે સ્પાની આડમાં ચાલે છે કુટણખાનું ?
તા.12/11/2024
અમદાવાદના ઉસ્માનપુરા ચાર રસ્તાની પાસે આવેલ ધ હની સ્પામાં મસાજની આડમાં ચાલે છે દેહ વ્યાપાર ?
ઉસ્મરપુરા ચાર રસ્તા પાસે આવેલ ફોર્ચ્યુન લેન્ડ માર્ક હોટેલની સામે આવેલ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલ દુકાન નં.201માં ધ હની સ્પા એન્ડ હમામમાં મસાજની આડમાં ચાલે છે લોહીનો વેપાર
સ્પામાં મસાજનો ભાવ રૂ.500, ઉપરાંત અંદર જાય ત્યારે જુદી જુદી સર્વિસ માટે લેવાય છે રૂ.1000 કરતા વધારે પૈસા.
વિનોદ નામનો વ્યક્તિ ચલાવે છે દેહ વ્યાપારનો ધંધો.
એક બાજુ મહિલા સશક્તીકરણની ડાહી ડાહી વાતો અને બીજુ બાજુ ઉસ્માનપુરા જેવા વિસ્તારમાં એવા સ્પા સેન્ટરોમાં મહિલાઓના દેહનો ખુલ્લેઆમ વેપાર !! ક્યાં ગયા નારી શકિતની વાતો કરનારા
એન્ટી હ્યુમન્સ ટ્રાફિકીંગ દ્રારા ઓચિંતી મુલાકાત લે તો અમદાવાદ શહેરની ગરિમાને લજિજત કરી રહેલા આવા સ્પા સેન્ટરની આડમાં ચાલતાં સેક્સરેકેટનો પર્દાફાશ થાય તેમ છે
અમદાવાદ શહેર હવે બીજુ થાઈલેન્ડ બની ગયું હોય તેમ આવા સ્પા સેન્ટરોમાં ખુલ્લેઆમ અને બેફિકર દેહવેપારની બદીઓ ચાલી રહી છે ?!
ગુજરાતની પવિત્ર અને પાવક ભૂમિને આજે કેટલાંક લાલચુ અને અસામાજિક તત્વો દ્રારા બદનામીનો ડાગ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના મોસ્ટ ફેવરેટ અને સ્માર્ટ સિટી અમદાવાદની તાસીર અને તસ્વીર હવે બદલાતી જાય છે એટલે કે અહિં ધંધા રોજગાર માટે આવતાં લોકો ગમે તે ધંધા કરીને રૂપિયા રળવા ધમપછાડા કરી રહ્યા છે અને તેમાં કેટલાક લાલચું લોકો મોકાનો ફાયદો ઉઠાવીને બેરોજગારોનો દૂરઉપયોગ કરતાં હોય છે જેમ કે શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ફોર્ચ્યુંન હોટેલની સામેના કોમ્પલેક્ષના પહેલા માળે આવેલ ધ હની સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. તેથી સુસંસ્કારી લોકો તો એવુ પણ કહી રહ્યા છે કે મોજીલા લોકોને થાઈલેન્ડ જવાની જરૂર નથી કારણ કે થાઈલેન્ડમાં મળતાં તમામ મોજ શોખ હવે અમદાવાદમાં મળી રહ્યા છે એટલે અમદાવાદ શહેર હવે બીજુ થાઈલેન્ડ બની ગયું હોય તેમ આવા સ્પા સેન્ટરોમાં ખુલ્લેઆમ અને બેફિકર દેહવેપારની બદી ચાલી રહી છે
સૂત્રો દ્રારા મળેલ જાણકારી મુજબ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ આ સ્પા સેન્ટર આજે સેક્સરેકેટનુ કેન્દ્ર બની ગયુ છે અને બહારથી લાવીને યુવતિઓ પાસે સેક્સનો ધંધો કરાવામાં આવી રહ્યો છે સ્થાનિક લોકો શરમ અને સંકોચની લાગણી અનુભવે છે યુવતિઓના પાસે સેક્સના વેપારના ગોરખધંધા ચાલી રહ્યા છે અને આ યુવતિઓ પાસે મસાજની આડમા ગ્રાહકો પાસેથી રૂપિયાના બદલામાં તેમના દેહના સોદા કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ અહીં મૂકપ્રેક્ષકની ભૂમિકામાં રહેતાં સ્પાના સંચાલક આ સ્પા સેન્ટરમાં બેફિકર અને બિન્દાસ્ત સેકસ રેકેટ ચલાવીને ધીકતી કમાણી કરી રહ્યા છે.
વધુમાં મળેલ જાણકારી મુજબ એન્ટી હ્યુમન્સ ટ્રાફિકીંગ જો અચાનક આ સ્પાની મુલાકાત લે તો આ સ્પા સેન્ટરમાં ચાલતા અનેક ગોરખધંધા પકડાય તેમ છે.જો આવનારા સમયમાં આવા સ્પા સેન્ટરને બંધ કરવામાં નહીં આવે તો ગાંધીનગર મહિલા આયોગમાં ઉગ્ર ફરિયાદ કરવામાં આવશે..જો તટસ્થ અને નિર્ભય તપાસ કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આવા સ્પા સેન્ટરોની આડમાં ચાલતાં સેક્સરેકેટનો પર્દાફાશ થાય તેમ છે.અને ખાસ કરીને યુવાધન બરબાદીના પંથે જતું રોકી શકાય તેમ છે.