Nobis eum reiciendis hic.
ડ્રીંક અને ડ્રાઇવ કરતા હો તો સાવધાન,નહિતર 10 હજારથી વધુનો દંડ ભરવો પડશે

ડ્રીંક અને ડ્રાઇવ કરતા હો તો સાવધાન,નહિતર 10 હજારથી વધુનો દંડ ભરવો પડશે
ડ્રીંક અને ડ્રાઇવ કરતા હો તો સાવધાન,નહિતર 10 હજારથી વધુનો દંડ ભરવો પડશે
અમદાવાદમાં વસતા તમામ લોકોને કાયદાનું ભાન કરાવવા માટે ગુજરાત પોલીસ તેમજ ન્યાયલય દ્વારા આંખ લાલ કરવામાં આવી છે.જે લોકો રોડ પર આડેધડ રીતે વાહન ચલાવીને કાયદાનું સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેવા ઇસમોને ગુજરાત પોલીસ મોટર વ્હીકલ એક્ટ તેમજ આઇપીસીની ધારાઓ અનુસાર ગુનાઓ દાખલ કરીને તેમને કાયદો શું છે? તેનો અનુભવ કરાવી રહ્યા છે.હાલ, અમદાવાદમાં અકસ્માત ના કિસ્સાઓ એકાએક વધ્યા છે જેમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે જેના કારણે અમદાવાદની પોલીસ હવે અકસ્માતોના બનાવોને રોકવા તેમજ વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવા માટે મહેનત શરૂ કરી છે જે કેટલાક હદ સુધી તેમની મહેનત સફળ થઈ રહી હોય તેવું દેખાઈ પણ રહ્યું છે.તાજેતરની જો વાત કરીએ તો જે લોકો દારૂ પીને વાહન ચલાવે છે તેવા લોકોને પકડી ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાત મોટર વ્હીકલ એક્ટની કલમ 185 તથા પ્રોહિબિશનની કલમ 66 (1) (b) મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.એડવોકેટ રીઝવાન એસ શેખના જણાવ્યા અનુસાર, “ડ્રીંક એન ડ્રાઇવ ના કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં પહેલા દંડની રકમ ઓછી હતી, જોકે હવે નવા નિયમો અનુસાર દંડની રકમ 10 હજાર જેટલી કરાઈ છે અને તે મુજબ કોર્ટ પણ આરોપી પાસેથી ભરપાઈ કરાવે છે. અને જો આરોપી દંડ ભરવાનું ના પાડે તો તેના પાસે બે વિકલ્પ છે જેમાંથી એક કેસ ચલાવું પડે અને બીજું કે નામદાર કોર્ટે જેટલા દિવસો કે મહિનાની સજા ફટકારે તેટલી સજા આરોપીને ભોગવી પડે.”