Nobis eum reiciendis hic.
કાર મા કેફી પીણું પીને મનોરંજન માટે સોશીયલ મીડિયા ઉપર વિડીઓ મુકતા ત્રણ ઈસમોને વેજલપુર પોલીસે ઝડપ્યા

કાર મા કેફી પીણું પીને મનોરંજન માટે સોશીયલ મીડિયા ઉપર વિડીઓ મુકતા ત્રણ ઈસમોને વેજલપુર પોલીસે ઝડપ્યા
રિપોર્ટર.સાજીદ વાઘેલા કાલોલ
પીધેલી હાલતમાં પ્રસિધ્ધિ મેળવવા માટે સ્ટેટસ મૂકી ફેસબૂક સ્ટોરી મુકવું પડયું ભારે
વેજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગ માં હતો ત્યારે પીએસઆઇ ને ખાનગી રહે બાતમી મળેલ કે પોલીસ મથકમાં નોંધાયેલ પ્રો ના કેસનો આરોપી રોહિતભાઈ વિનોદભાઈ બારીયા કાળા કલરની બોલેરો ગાડીમાં લીસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલ સાથે કોઈ કેફી પીણું પીતા હોય અને ડ્રાઇવિંગ કરતા હોય તથા ભમ્મર-ઘોડા બાજુ ફરતા હોય તેવો વિડિયો તેઓએ ઓનલાઇન સ્ટેટસ માં મુકેલ છે અને હાલ કાનોડ બાજુ ફરે છે જે વેજલપુર તરફ આવનાર છે. જે બાતમી આધારે પોલીસે કાનોડ ચોકડી થી અંદરના ભાગમાં વાહન ચેકિંગ શરૂ કરેલ. બાતમી મુજબની બોલેરો કાર આવતા તેને રોકીને તપાસ કરતા ડ્રાઇવિંગ સીટ ઉપર રોહિતભાઈ વિનોદભાઈ બારીયા. રે વણાકપુર તથા તેની બાજુમાં પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલ રે વેજલપુર તથા પાછળની સીટ પર અનિરુદ્ધ ઉર્ફે ચકુડો બળવંતસિંહ ચૌહાણ ર. બેઢીયા બેઠેલા જોવા મળે પોલીસે તેઓની અંગજડતી કરતા બે મોબાઈલ ફોન મળી આવેલ તેમજ બોલેરો ની પાછલી સીટ ઉપર નીચેના ભાગમાં બિયરના ત્રણ ટીન મળી આવેલ પોલીસો પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે ભમરઘોડા ફરવા માટે ગયા હતા અને મેલડી માતાને દારૂ ચડાવતો હોય નજીકમાંથી છ ટીન બિયરના લીધા હતા જે પૈકી એક ટીન માતાજીને ચડાવેલ બે ટીન તેઓએ પીધા હતા અને બાકી વધેલા ત્રણ ટીન ગાડીમાં મુકેલા. અને મનોરંજન માટે વિડીયો ઉતારેલો પીધેલી હાલતમાં પ્રસિધ્ધિ મેળવવા માટે સ્ટેટસ મૂકી ફેસબૂક સ્ટોરી મૂકી હોવાની કબૂલાત કરેલી. આ બિયર ના ટીન બાબતે તેઓ પાસે પાસ પરમિટ માંગતા તેઓ પાસે કોઈ આધાર પાસ પરમિટ જોવા મળેલ નહીં પોલીસે બોલેરો કાર રૂ.૫,૦૦,૦૦૦/ બિયર ટીન ૩ નંગ રૂ ૪૫૦/ મોબાઈલ રૂ ૧૦,૦૦૦/ મળી કુલ રૂ ૫,૧૦,૪૫૦/ નો મુદામાલ કબજે કરી ત્રણેય ઈસમ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.