અર્જુનભાઈ મોઢવાડિયાના સમર્થનમાં પોરબંદર જિલ્લા/શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસના તમામ રાજીનામાંઃ પોરબંદર જિલ્લો બન્યો કોંગ્રેસ મુક્ત

અર્જુનભાઈ મોઢવાડિયાના સમર્થનમાં પોરબંદર જિલ્લા/શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસના તમામ રાજીનામાંઃ પોરબંદર જિલ્લો બન્યો કોંગ્રેસ મુક્ત

અર્જુનભાઈ મોઢવાડિયાના સમર્થનમાં પોરબંદર જિલ્લા/શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસના તમામ રાજીનામાંઃ પોરબંદર જિલ્લો બન્યો કોંગ્રેસ મુક્તપોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાતા તેમના સમર્થનમાં પોરબંદર જિલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાજીનામાં આપી દેતા પોરબંદર જિલ્લો કોંગ્રેસ મુક્ત બન્યો છે. આજે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર આવતા પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી રામાભાઈ ઓડેદરા, શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી અતુલભાઈ કારીયા, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ધર્મેશ પરમાર, 2024 લોકસભા ચૂંટણીમાં જામનગરના કો-ઓર્ડીનેટર તરીકેની જબદારી સંભાળી રહેલ સામતભાઈ ઓડેદરા સહિતના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા હતા. રાજીનામું આપ્યા બાદ પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અત્યારે નેસ્તનાબૂદ થવા જઈ રહ્યો છે. એવી પરિસ્થિતિ ઊભી થવા છતાં કોંગ્રેસ પક્ષના લીડરો જાગૃત થતા નથી. અર્જુન મોઢવાડિયા કે જેમણે તન, મન અને ધન કોંગ્રેસને સમર્પિત કર્યા હતા, તેઓને પણ કોંગ્રેસ સાચવી શક્યું નહીં. પોરબંદરના વિકાસ માટે અર્જુનભાઈએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા છે ત્યારે તેમના સમર્થનમાં પોરબંદર કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. જેના કારણે પોરબંદર જિલ્લો અત્યારે કોંગ્રેસ મુક્ત બન્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts